January 23, 2025

રાજ્યના 6 સ્ટેટ હાઇવે બંધ, ભારે વરસાદને કારણે હાલાકી

ગાંધીનગરઃ લાંબા વિરામ બાદ રાજ્યભરમાં અવિરત મેઘમહેર યથાવત છે. રાજ્યના 33 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. અત્યાર સુધીમાં 6604 ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

તેમાંથી વીજવિભાગે કામગીરી કરી 6601 ગામોમાં વીજ પુરવઠો પુન: શરૂ કર્યો હતો. હાલ છોટા ઉદેપુરના ત્રણ ગામડાંઓમાં બંધ છે. રાજ્યમાં હાલ 33 જગ્યાએ વીજ ફીડર બંધ છે. તો રાજ્યમાં 84 જેટલા વીજ પોલ જમીનદોસ્ત થયા છે.

આ પણ વાંચોઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં ભારે વરસાદના કારણે 6 જેટલા સ્ટેટ હાઇવે બંધ છે. રાજ્યમાં આણંદ, નર્મદા, સુરત, રાજકોટ, મોરબી, ભરૂચમાં સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજ્યમાં અન્ય રાજકોટ અને બરોડામાં બે માર્ગ બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 36 જેટલા પંચાયત માર્ગ બંધ છે. અમદાવાદમાં 1, કચ્છમાં 1, છોટા ઉદેપુરમાં 11, નર્મદામાં 4, પંચમહાલમાં 1, દાહોદમાં 1, નવસારીમાં 1, વલસાડમાં 1, મોરબીમાં 1, જામનગરમાં 2, દ્વારકામાં 2, ભાવનગરમાં 1, અમરેલીમાં 1, જૂનાગઢમાં 2 અને પોરબંદરમાં 6 પંચાયત માર્ગ બંધ છે.