January 22, 2025

ચૂંટણીને લઈને ખાસ ડ્રાઇવનું આયોજન, એક અઠવાડિયામાં 25 આરોપીની ધરપકડ

Gujara lok sabha election 2024 ahmedabad police arrested 25 accused in week

મિહિર સોની, અમદાવાદઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પણ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા એક અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચની કામગીરી પર નજર કરીએ તો ક્રાઇમ બ્રાન્ચે એક અઠવાડિયામાં નાસતા ફરતા 25 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 27 ગુનાનો નાસતો ફરતો આરોપી જે 20 હજારનો ઇનામી હતો. જેની પણ ક્રાઇમબ્રાન્ચએ ધરપકડ કરી છે.

આ ઉપરાંત ક્રિકેટ સટ્ટા બેટિંગના 2 કેસ કરી 6 આરોપીઓને ઝડપી લીધા છે. પ્રોહિબિશનના 7 કેસ, જુગારના 6 કેસ કરી 30 આરોપીઓને ઝડપ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમયાંતરે વાહન ચેકિંગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.