May 2, 2024

Govind Dholakia: 500 રૂપિયા લઇને નિકળેલા પાટીદારે પુરૂષાર્થથી બનાવી ‘પારસમણી’

અમદાવાદ: તમે એ તો સાંભળ્યું હશે કે મુશ્કેલીઓ સામનો કરીને માણસ સફળતાના શિખરે પહોંચે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે એક વખત માણસને એવી સફળતા મળી જાય પછી તેમાં કુશળતા રાખવાની તાકાત દરેક લોકોમાં હોતી નથી. પરંતુ આજે અમે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેણે સફળતા ખુબ મેળવી પરંતુ તેઓ હમેંશા ધરતી સાથે જોડાયા રહ્યા છે. આ વ્યક્તિ છે હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા. જે લેઉવા પાટીદાર છે. આજે તેમનું નામ ગુજરાતના મોટા હીરાના વેપારી તરીકે ઓળખાય છે. પરંતુ તેમની બીજી ઓળખાણ એટલે સાદગી. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. જેમાં પટેલ સમાજના લીડર  ગોવિંદભાઈ ધોળકિયાને ઉમેદવાર જાહેરાત કરવામાં આવ્યા છે.

કર્મચારીઓને મોંઘી ભેટ
ગોવિંદભાઈ ધોળકિયા પોતાની સાદગીથી પણ ઓળખાય છે. તેઓ તેમના કર્મચારીઓને ખુશ રાખવા માટે મોટી અને મોંઘી ભેટ આપે છે. જેના કારણે તેઓ ખુબ ચર્ચામાં આવે છે. રામ મંદિરના નિર્માણ તેમણે પણ ફાળો આપ્યો હતો. જેમાં તેમણે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમની મિલકતની વાત કરવામાં આવે તો ગોવિંદ ધોળકિયા આજે એક અબજ ડોલરની કંપનીના માલિક છે.

સાતમા ધોરણ સુધી જ શિક્ષણ લીધું
ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર 1947ના ગુજરાતના અમરેલીમાં આવેલા દુધાળામાં થયો છે. તેઓનો પરિવાર ખેડૂત છે. અત્યારના સમયમાં તેમનું નામ ખુબ ચર્ચામાં રહે છે પરંતુ તેમનું જીવન ખુબ જ સંઘર્ષમાં વીત્યું છે. તેઓ જયારે નાના હતા ત્યારે ઘરની પરિસ્થિતિ જોઈને ભણવાનું મૂકી દીધું હતું. વર્ષ 1964 માં તેમના મોટા ભાઈ ભીમજી સાથે ડાયમંડ પોલિશિંગ શરૂ કર્યું હતું. તેમણે ઘણા સમય સુધી હીરાના કારીગર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 12 માર્ચ, 1970 ના રોજ પોતાની હીરાની ફેક્ટરી શરૂ કરી હતી. હીરાના વ્યવસાયને સારી રીતે સ્થાપિત કર્યા પછી તેમણે 1977 માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના નામથી પોતાનો નિકાસ વ્યવસાય શરૂ કર્યો હતો. આજે તે વિશ્વના ઘણા દેશોમાં બિઝનેસ કરતી જાયન્ટ કંપની બની ગઈ છે.

હીરાના મોટા વેપારી
ગોવિંદભાઈ ધોળકિયાએ 1970માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી. ત્યારબાદ પાછળથી વિશ્વની સૌથી મોટી હીરા કટીંગ અને નિકાસ કરતી કંપની બની ગઈ હતી. આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનું મૂલ્ય એક અબજ ડોલરથી વધુ છે. તેમણે પોતાના જીવન કાળ દરમિયાન એવો સમય જોયો છે જેના કારણે તે હમેંશા એવો પ્રયત્ન કરે છે કે તેમના કર્મચારીઓ ખુશ રાખે છે. થોડા દિવસો પહેલા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કંપનીના ખર્ચે દસ દિવસના પ્રવાસે લઈ ગયા હતા. આ સિવાય તેણે પોતાના સ્ટાફને એક કાર અને ઘર પણ ગિફ્ટ કરે છે.

ભગવાન રામના ભક્ત
તેઓ રામના પરમ ભક્ત છે અને વર્ષોથી RSS સાથે જોડાયેલા છે. તેઓ 1992માં રામ મંદિરની પહેલમાં પણ સામેલ હતા. ભારતના પ્રસિદ્ધ હીરાના વેપારી ગોવિંદ ધોળકિયાએ તાજેતરમાં તેમની આત્મકથા “Diamonds are Forever So are Morals” પ્રકાશિત કરી છે. આ પુસ્તકમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી અને હીરાનો વેપાર બેલ્જિયમથી ભારતમાં લાવ્યા હતા. આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ પોતાના પરિવારને સુરત લાવ્યા હતા. બસ મનમાં એવો વિચાર લઈને આવ્યા હતા કે કંઈક નવું કરવું છે. ગોવિંદભાઈ ધોળકિયાએ એક મીડિયા ઇન્ટરવ્યૂ કહ્યું કે પીએમ મોદી સાથે તેમનો સંબંધ 1995નો છે, જ્યારે તેઓ મુખ્યમંત્રી પણ ન હતા. અમારી વચ્ચે ત્યારથી સારા સંબધો છે.