ભારત સરકારે 18 OTT એપ્સ સહિત 19 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવ્યો
અમદાવાદ: કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં 19 વેબસાઈટ અને 18 OTT એપ્સની સાથે ઘણી બધી સોશિયલ મીડિયા એપ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
મોટી કાર્યવાહી
કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી દીધી છે. જેમાં 18 OTT એપ્સ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા આ તમામ પ્લેટફોર્મ્સને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ આમ છતાં તેઓ સતત આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. જેના કારણે આ તમામ એપને બંધ કરી દેવામાં આવી છે.
એપ્સ પર પ્રતિબંધ
Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon PrimePlayનો સમાવેશ થાય છે. આ 18 OTT એપ્સ સિવાય કેન્દ્ર સરકારે 19 વેબસાઈટ અને 10 એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે. IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ લગાવામાં આવી છે. આ પ્રતિબંધિત એપમાંથી એક એપ એવી પણ હતી કે જેને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. આવા 57 સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ કન્ટેન્ટ સાથે ફેસબુકની 12, ઈન્સ્ટાગ્રામની 17, Xની 16 અને YouTubeની 12 ચેનલોને બ્લોક કરવામાં આવી છે.