December 24, 2024

‘ગોડ ઓફ ક્રિકેટરે’ દેવોના દેવના પુત્રનું કર્યું સ્વાગત, વીડિયો થયો વાયરલ

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મોટા ભાગના લોકોના ઘરે બાપ્પા પધારે છે. સામાન્ય લોકોની સાથે તમામ ક્રિકેટરો પણ દાદાને ઘરે લઈ આવે છે. ત્યારે સચિન તેંડુલકરે પણ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. આ સમયનો તેણે પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પરિવાર સાથે પૂજા કરો
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર ગણપતિની પૂજા કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો 36 સેકન્ડનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન ગણપતિની આરતી કરી રહ્યો છે. આ વીડિયોમાં તેમના પરિવારના લોકો પણ જોવા મળી રહ્યા છે. વીડિયોને શેર કરતા સમયે સચિને લખ્યું, “વિઘ્નહર્તા…, અમે ભગવાન ગણેશનું અમારા ઘરમાં સ્વાગત કરીએ છીએ, તે બધા અવરોધો દૂર કરે અને અમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દો.

આ પણ વાંચો: શું IPL 2025માં આ 5 ટીમોના કેપ્ટન બદલાશે?

વિદેશના ખેલાડીઓએ કરી ઉજવણી
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. ગણેશજીના ફોટાને શેર કરીને તમામને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. ડેવિડ વોર્નરની સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે આ વોર્નરનો ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.