January 23, 2025

બોમ્બ થ્રેટને પગલે જામનગરથી હૈદરાબાદની ફ્લાઈટ અટકાવાઇ, ખડકાયો પોલીસનો કાફલો

સંજય વાઘેલા, જામનગર: જામનગર થી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બૉમ્બ મુકાયો છે, તેવા ધમકી ભર્યા ઇ- મેલને લઈને ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ફલાઇટ એક તબક્કે રનવે પર ચાલુ થઈ ગઈ હતી. જેને રોકી દેવામાં આવી હતી અને તેમાં બેઠેલા તમામ 31 મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ જામનગર ની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડની સમગ્ર ટીમેં ફલાઈટનો કબજો સંભાળીને સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બે કલાકની મહેનત બાદ આખરે પ્લેનમાંથી કશું વાંધાજનક મળ્યું ન હોવાથી હાશકારો અનુભવાયો છે. અને પ્લેનને હાલ રન વે પર જ રખાયું છે. જ્યારે મુસાફરોને જામનગરના એરપોર્ટ પર સહી સલામત રીતે રાખવામાં આવ્યા છે.

આ ફ્લાઇટમા હૈદરાબાદના હાઉસિંગ મિનિસ્ટર કોલુ શું પારશાસારથી ફેમેલી સાથે જામનગર થી હૈદરાબાદ જતા હતા.