October 23, 2024

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે NCP (અજીત પવાર)ના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર

Maharashtra Assembly Elections 2024: અજીત પવારના નેતૃત્વવાળી NCPએ આગામી 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાના 38 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી, છગન ભુજબલ યેવલાથી અને દિલીપ વાલસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે.

શિવસેનાએ જાહેરકર્યા 45 ઉમેદવારોના નામ
આ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વિજય સુનિશ્ચિત કરવા માટે, સીએમ એકનાથ શિંદે ફરી એકવાર કોપરી પાચપાખાડીથી પોતાની દાવેદારી રજૂ કરશે, તો પાર્ટીએ પૈઠણથી વિલાસ સંદીપન ભુમરેને મેદાનમાં ઉતાર્યા છે.

રાજ ઠાકરેએ પુત્ર અમિતને માહિમથી બનાવ્યા ઉમેદવાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ પણ પોતાના 45 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં MNS પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેનું નામ માહિમથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. MNS પ્રવક્તા અને પૂર્વ કાઉન્સિલર સંદીપ દેશપાંડે વર્લીથી ચૂંટણી લડશે.