May 18, 2024

લોકસભાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ

લોકસભા ચૂંટણી: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ વચ્ચે ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રક ભરવાનું શરુ થઇ ગયું છે. ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીની 100 મીટર ત્રિજ્યામાં 3 કારથી વધુ કાર ઉમેદવાર નહિ લઈ જઈ શકે. ઉમેદવાર માત્ર 4 ટેકેદારને જ ચુંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકશે.

મળતી માહિતી અનુસાર ગઇકાલે ભાજપે આ બધાની વચ્ચે હવે તમામ 26 બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી હતી. BJPના મોટાભાગના ઉમેદવારો 15, 16 એપ્રિલે ફોર્મ ભરશે.

આગામી લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે હવે બીજેપીએ ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ નક્કી કરી હતી. જેમા ગાંધીનગરથી અમિત શાહ 19 એપ્રિલે ફોર્મ ભરશે. નવસારીથી સી.આર.પાટીલ 18 એપ્રિલે ફોર્મ ભરશે. તો રાજકોટથી પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલ અને સાબરકાંઠાથી શોભના બેન બારૈયા 16 એપ્રિલે ફોર્મ ભરશે.

વધુમાં મળતી માહિતી અનુસાર ભાવનગર નિમુબેન બાંભણિયા 16 એપ્રિલ, પાટણ ભરતસિંહ ડાભી 16 એપ્રિલ તેમજ બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16 એપ્રિલ, પોરબંદરથી મનસુખ માંડવિયા 15 એપ્રિલ, અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 15 એપ્રિલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. તો સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા 15 એપ્રિલ અને બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ફોર્મ ભરશે.