January 23, 2025

વિરાટને મળવા ફેન મેદાનની વચ્ચે પહોંચ્યો, વીડિયો વાયરલ

IPL 2024: RCBએ IPL 2024માં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવીને ધૂળેટીના દિવસે જીત મેળવી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન વિરાટની ભૂમિકા સારી રહી હતી. પરંતુ વિરાટની ફેન ફોલોઈંગ તેના નામ પ્રમાણે વિરાટ છે. ફરી વાર એક વીડિયો વાયરલ થયો છે.

કોહલીના કરોડમાં ચાહકો
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ચાહકો દેશની સાથે દુનિયામાં પણ છે. તેમની એક ઝલક જોવા માટે તેમના ફેન પડાપડી કરતા હોય છે. હાલમાં વિરાટ IPL 2024માં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગઈ કાલની મેચમાં પણ તેને પોતાની બેટિંગથી દરેક ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. ગઈ કાલની તેની તોફાની ઇનિંગ્સથી દરેક તેમના ફેનસને ખુશ કરી દીધા હતા. પરંતુ આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: RCB vs PBKS: કોહલીની સ્ફોટક ઇનિંગ બાદ બેંગ્લોર જીત્યું, 4 વિકેટે વિજય

ફેન મળવા મેદાનમાં દોડી આવ્યો હતો
ચિન્નાસ્વામીની મેચ રમાઈ રહી હતી તે સમયે કોહલીને મળવા માટે એક પ્રશંસક સુરક્ષા તોડીને મેદાનમાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ પ્રશંસક કોહલીના પગ સ્પર્શ કરવા લાગ્યો હતો. આ વીડિયો સોશયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. આ પહેલા પણ આવો જ કિસ્સો બન્યો હતો. જેમાં એક વ્યક્તિ કોહલીને મળવા માટે સુરક્ષાને તોડીને અંદર પહોંચી ગયો હતો. જોકે અહિંયા સુરક્ષા સામે પણ સવાલ થાય તે પણ મહત્વની બાબત છે. કારણ કે અવારનવાર હવે ક્રિકેટરોની સુરક્ષામાં ભંગ થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે હવે આ સિલસિલો બંધ થશે કે યથાવર્ત રહેશે.