January 13, 2025

ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Purushottam Upadhyay: ગુજરાતના જાણીતા અને પ્રખ્યાત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેમા તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. પુરૂષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્ય સ્વરકાર અને ગાયક હતા. તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

પુરુષોત્તમ ઉપાધ્યાયે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં આલા દરજ્જાનાં ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.

ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય લોકપ્રિય થયા. બોલિવૂડના જાણીતા સંગીતકાર કલ્યાણજી–આણંદજી સાથે પણ તેમણે મ્યૂઝિક આપ્યુ હતુ. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર જેવાં ઉચ્ચ કોટીના ગાયકો પાસે પુરૂષોત્તમ ઉપાધ્યાયે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.