December 19, 2024

Meta Dividend: માર્ક ઝકરબર્ગને 700 મિલિયન ડોલર કેમ મળશે?

ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ એક જાહેરાત કરી છે, જેમાં તેના શેરધારકોને ડિવિડન્ડ આપવાની વાત કહેવામાં આવી છે. ત્યારે ડિવિડન્ડની આ ચુકવણીથી સીઈઓ માર્ક ઝકરબર્ગને મોટો ફાયદો થવાનો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું કે મેટાની આ જાહેરાતથી ઝકરબર્ગ દર વર્ષે લગભગ 700 મિલિયન ડોલર એટલે કે લગભગ 5800 કરોડ રૂપિયાની કમાણી કરશે.

ઘણા બધા શેર છે
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મેટાએ વર્ગ A અને વર્ગ B કોમન સ્ટોક પર પ્રત્યેક ક્વાર્ટરમાં પ્રતિ શેર 50 પેન્સના દરે રોકડ ડિવિડન્ડ આપવાની માહિતી આપી છે. ડિવિડન્ડની આ ચુકવણી માર્ચથી શરૂ કરવામાં આવશે. માર્ક ઝકરબર્ગ પાસે મેટાના અંદાજે 35 કરોડ શેર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો તેની સાથે અંદાજો લગાવતા તેમને દર ત્રિમાસિકમાં લગભગ 175 મિલિયન ડોલર મળવાના છે, જે આખા વર્ષમાં 700 મિલિયન ડોલર થઈ જાય છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

આ કારણે મેટાનું ડિવિડન્ડ ખાસ
મેટાનું આ પગલું ખુબ સરાહનીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે પણ રોકાણકારો છે તેઓ ખુબ પસંદ કરી રહ્યા છે. મોટા ભાગના કેસમાં ટેક કંપનીઓ તેમના શેરધારકોને ડિવિડન્ડ ચૂકવતા નથી. ડિવિડન્ડ પર કમાયેલા પૈસા ખર્ચવાને બદલે, તેઓ તેને નવા ઉત્પાદનો અથવા નવા એક્વિઝિશન પર ખર્ચ કરી રહ્યા છે. ફેસબુકની વાત કરવામાં આવે તો પેરન્ટ કંપની મેટા માટે ગત વર્ષ ઘણું સારું સાબિત થયું હતું. વર્ષ 2022 દરમિયાન શેરમાં મોટા ઘટાડા બાદ છેલ્લું વર્ષ રિકવરીનું એક સાબિત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગયા વર્ષના 21 હજાર કર્મચારીઓની છટણી કરાઈ હતી જે ખર્ચ ઘટાડવા કરવામાં આવી હતી. મેટા શેર્સમાં થયેલા વધારાથી માર્ક ઝકરબર્ગને ફાયદો થયો છે. માર્ક ઝકરબર્ગ ફરી એકવાર વિશ્વના પાંચ સૌથી અમીર લોકોની હરોળમાં સામેલ થઈ ગયા છે.

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

ઝુકરબર્ગે માફી માંગી
મેટાના સીઈઓ અને ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે લોકોની માફી માંગી છે. બુધવારે ઓનલાઈન ચાઈલ્ડ સેફ્ટી સુનાવણી દરમિયાન, પ્રેક્ષકોમાંના કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ કેવી રીતે આત્મહત્યા અને બાળકોના શોષણને પ્રોત્સાહન આપી રહ્યું છે તેના પોસ્ટર બતાવ્યા હતા. જેને લઈને ઝુકરબર્ગે કહ્યું, ‘તમે જે પણ બાબતોમાંથી પસાર થવું પડ્યું છે તેના માટે હું માફી માંગુ છું.’