May 18, 2024

WhatsAppમાં આવી રહ્યા છે 3 મોટા ફીચર્સ, હવે મજા પડી જશે

WhatsApp: ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે સમગ્ર વિશ્વમાં WhatsAppનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અંદાજે 2 અબજ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. સરળ રીતે મેસેજ કરવા માટે સૌથી વધારે વપરાશકર્તાઓ WhatsAppને વાપરે છે. મેસેજિંગ સાથે વપરાશકર્તાઓ વૉઇસ કૉલિંગ, વિડીયો કૉલિંગ, ચેટિંગ, ચુકવણી વગેરે જેવી ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. WhatsApp વાપરતા લોકો હવે નવા ફીચર્સ માટે તૈયાર થઈ જાવ, થોડા જ સમયમાં આવી રહ્યા આ ફીચર્સ.

અજબોની સંખ્યામાં લોકો
વોટ્સએપને ટેક્નોલોજીની દુનિયામાં પ્રવેશ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. પરંતુ તેની ખાસ વાત એ છે કે આજ દિન સુધી પોતાની સાથે દરેક લોકોને જોડીને રાખવા. આજના સમયમાં સૌથી વધારે ટેક્નોલોજીની દુનિયામાં હાર્ડ વસ્તું છે તે WhatsAppએ પહેલી જ સમજી લીધી છે. આજે અજબોની સંખ્યામાં લોકો તેની સાથે છે. પરંતુ તે હમેંશા તેના યુઝર્સ માટે સુવિધા વધારવા માટે સતત અપડેટ કર્યા કરે છે. જેના કારણે આજદિન સુધી તેના સાથે જોડાયેલા લોકની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે આપણે જાણીશું આવનારા ફિચર્સ વિશે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

ચેટ લોક
WhatsApp તેના યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા માટે સતત નવા ફીચર્સ લાવી રહ્યું છે. તેમના યુઝર્સની ગોપનીયતા જાળવવી એ WhatsAppની પહેલી ફરજ હોય તેમ સતત સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે કંપની નવા સુરક્ષા ફીચર્સ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં યુઝર્સ ડેસ્કટોપ વર્ઝનમાં પણ WhatsApp ચેટ લોક ફીચરનો ઉપયોગ કરી શકશે. તમને જણાવી દઈએ કે આ ફીચર મોબાઈલ વર્ઝન પર પહેલાથી જ હાજર છે.

આ યુઝર્સને ફીચર મળશે
સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને, WhatsAppએ ગયા વર્ષે એન્ડ્રોઇડ યુઝર્સ માટે પાસકી ફીચર તૈયાર કર્યું હતું. આ ફીચરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ ફીચર હજુ સુધી iPhone યુઝર્સ માટે ઉપલબ્ધ નહોતું, પરંતુ હવે કંપની તેના પર કામ કરી રહી છે. પાસકી આગામી દિવસોમાં iOS યુઝર્સ માટે પણ રોલઆઉટ કરાશે. આ વોટ્સએપનું એક ફીચર છે જે લોગીન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે. પાસકી સુવિધાની ખાસ વાત એ છે કે તમે ફેસઆઈડી, પાસકોડ અને ટચની મદદથી અન્ય ઉપકરણ પર એકાઉન્ટમાં લૉગિન કરી શકશો.

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત

ફાઇલ શેરિંગમાં નવી સુવિધા
સિક્યોરિટી ફીચરની સાથે જ WhatsApp મીડિયા ફાઈલ શેર કરવા માટે એક નવું ફીચર પણ લાવવામાં આવશે. નવા શેરિંગ ફીચરની રજૂઆત બાદ યુઝર્સ HD ક્વોલિટીમાં મોટી સાઇઝની ફાઇલો શેર કરી શકશે. જેના કારણે તમારે કોઈ ફાઈલ શેર કરવા માટે કોઈ બીજી એપ પર અથવા કોઈ બીજો રસ્તો શોધવાની જરૂર નહીં પડે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સ શેરઆઈટ અને નિયરબાય સિસ્ટમની જેમ કામ કરે છે તેવી જ રીતે ફાઈલો શેર કરી શકશે.