January 23, 2025

વર્લ્ડ કપની વચ્ચે વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો, આ ખેલાડી થઈ શકે છે ટૂર્નામેન્ટથી બહાર?

ENG vs WI: T20 વર્લ્ડ કપની મધ્યમાં વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો પડી શકે છે. બ્રાન્ડોન કિંગ બાજુના તાણને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ઇંગ્લેન્ડ સામેની સુપર-8 મેચ દરમિયાન બ્રેન્ડન કિંગ દર્દથી મેદાન પડી ગયો હતો. આ બાદ તે મેદાન પરથી બહાર નીકળી ગયો હતો. જે બાદ તે બેટિંગ કરવા આવ્યો ના હતો. જેના કારણે બ્રાન્ડન કિંગને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બંને મેચો જીતવી પડશે
ઈંગ્લેન્ડ સામેની સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રદર્શન સારૂં જોવા મળ્યું હતું. સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યજમાન ટીમ 180 રનનો બચાવ કરવામાં સફળ રહી ના હતા. . ઈંગ્લેન્ડે એકતરફી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને આઠ વિકેટે હાર આપી હતી. ત્યારે હવે તેમને યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની તેમની બાકીની બંને મેચો જીતવી પડશે. આ વચ્ચે ઓપનર બ્રાન્ડોન કિંગના રમવાની શક્યતા ખુબ ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: IND vs AFG Weather: શું ભારત-અફઘાનિસ્તાન મેચ દરમિયાન વરસાદ પડશે?

ઈજાથી પીડાઈ રહ્યો છે
ઇંગ્લેન્ડ સામેની સુપર-8 મેચ દરમિયાન બ્રેન્ડન કિંગ દર્દથી મેદાન પડી ગયો હતો. તે બાદ તે બેટિંગમાં પાછો ફર્યો ન હતો. જો કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે આ પુષ્ટિ કરી છે કે તે સાઇડ સ્ટ્રેનની ઈજાથી પીડાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરવા માટે મેદાન પર પાછો ફરશે નહીં. આ બાદ અંદાજ એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કે બ્રાન્ડન કિંગ બાકીની મેચો રમી શકશે નહીં. ટીમના કેપ્ટનને કહ્યું કે રોવમેન પોવેલે પણ કહ્યું કે આ ચિંતાનો વિષય છે પરંતુ આશા છે કે તે આગામી મેચમાં ટીમમાં જોવા મળશે.