January 23, 2025

સ્વતંત્રતા દિવસ પહેલા આતંકીઓને જડબાતોડ જવાબ, ફાયરિંગમાં ઘાયલ થતાં હથિયારો મૂકી ભાગ્યા

Jammu-Kashmir Encounter: ડોડાના અસ્સર વિસ્તારમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો છે. ફાયરિંગમાં ઘાયલ થયા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા. આતંકવાદીઓના ફરાર થવાના રસ્તે પગના નિશાન અને લોહીના ડાઘા પણ મળી આવ્યા છે.

ભારતીય સેનાના ખૌફના કારણે આતંકીઓ પોતાનો સામાન પણ લેવા ન રહ્યા અને પલાયન થઈ ગયા હતા. ભારતીય સુરક્ષા દળોએ M4 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો અને પુરવઠો જપ્ત કર્યો છે. ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મંગળવારે ઉધમપુરના ડુડુ બસંતગઢના પહાડી વિસ્તારમાં 4 આતંકીઓ જોવા મળ્યા હતા. તેઓ, સિયોજધાર થઈને અસ્સર પહોંચ્યા છે.

ધુમ્મસનો લાભ લઈ પલાયન થઈ ગયા
ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ આતંકવાદીઓ ધુમ્મસનો લાભ લઈને ગાઢ જંગલના રસ્તે ફરાર થઈ ગયા હતા. સિયોજધાર વિસ્તારમાં એટલું બધું ધુમ્મસ હતું કે 2 ફૂટના અંતરે પણ દેખાતું ન હતું. આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે સર્ચ ઓપરેશન મુશ્કેલી પડી રહી છે. આ પહેલા પણ અહીં આતંકીઓ ઘેરાયેલા હતા. તે પણ હવામાનને ઢાલ તરીકે ઉપયોગ કરીને ભાગી ગયો હતો.