May 6, 2024

Election 2024: મત આપવાનો અધિકાર ક્યારે છીનવાઈ જાય છે?

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી દેશમાં શરૂ ગઈ છે. મત આપવાનો એ તમામ લોકોને અધિકાર છે જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે. પરંતુ શું તમને ખબર છે કે અમૂક કારણોથી તમારી પાસેથી આ અધિકાર છીનવી શકાય છે. જાણો કેવા કારણોથી તમારો મત અધિકાર પાછો ખેંચી શકાય છે.

આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે
જો તમારી ઉંમર 18 વર્ષની છે તો તમને મત આપવાનો અધિકાર છે જ. પરંતુ તેનું નામ મતદાર યાદીમાં નથી, તો તે મતદાન કરી શકશે નહીં. જેના કારણે તમારે મતદાર યાદીમાં નામ ઉમેરવાનું રહેશે. જેમાં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે. જો તમે પહેલી વાર મત આપવા માટે નોંધણી કરી રહ્યા છો. તમારે સૌપ્રથમ ફોર્મ 6 ભરવાનું રહેશે. આ ફોર્મને તમારા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીને સબમિટ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ‘ન કોંગ્રેસ સત્તામાં આવશે, ન CAA રદ્દ થશે’ : અમિત શાહ

વધુ વાર મત આપ્યો
જો તમે એક કરતા વધુ વાર મત આપ્યો હોય તો પડેલા તમામ મતો નકારી કાઢવામાં આવશે. તમને જણાવી દઈએ કે 1951ની કલમ 62(3) મુજબ, કોઈ પણ વ્યક્તિ એક જ શ્રેણીના એક મતવિસ્તારમાંથી એક કરતા વધુ મત આપી શકાશે નહીં. ઘણી વખત એવું થતું હોય છે અમૂક ભૂલને કારણે મતદાર યાદીમાં ભૂલથી વ્યક્તિનું નામ 2 વાર દેખાય છે. આ સમયે જો કોઈ વ્યક્તિ એક કરતા વધુ મત આપે છે તો તે મત રદ થાય છે. તેનું નામ બે વખત મતદાન યાદીમાં આવે છે તો તે ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

કેદીઓને મતદાનનો અધિકાર?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 62(5) પ્રમાણે કોઈ વ્યક્તિ જેલમાં છે તો તેને કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં મતદાન કરવોનો અધિકાર છે. આ સાથે જો કોઈ માનસિક વિકલાંગ છે અને તેને કોર્ટ તરફથી પણ માનસિક જાહેર કરવામાં આવે છે તો તે મતદાન કરી શકે નહીં. આ સાથે 1950ની કલમ 16 હેઠળ ગેરલાયક ઠરે તો તે કોઈપણ મતવિસ્તારમાં કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ સાથે એ લોકો પણ મતદાન આપી શકે નહીં કે જે ચૂંટણી સંબંધિત અન્ય ગુનાઓમાં ફસાયેલા છે. તે મતદાન યાદીમાં પોતાનું નામ એડ કરાવી શકતા નથી.