May 7, 2024

વહેલી સવારે ધરા ધ્રૂજી, મણિપુર-આંધ્રપ્રદેશમાં ભૂકંપના આંચકા

Earthquake: દેશમાં આજે વહેલી સવારે ઘરતી ધ્રૂજી છે. ભૂકંપના આંચકાઓ સાથે મણિપુર અને દક્ષિણના કેટલાક રાજ્યમાં સવાર થઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે 6: 56 કલાકે મણિપુર સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ મણિપુર અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તિરુપતિમાં 3.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું નથી. મહત્વનું છેકે, આ પહેલા મંગળવારે પણ પશ્ચિમ મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતના ઉત્તર ભાગમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આં આંચકાઓ હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં નોંઘાયા છે. આ પહેલા મંગળવારે પશ્ચિમ મેઘાલયમાં પણ જોવા મળ્યા હતા. આજે ઉત્તરની સાથે દેશના દક્ષિણ ભાગમાં પણ ભૂંકપના આંચકા નોંધાયા છે. આંધ્રપ્રદેશ સહિત તિરૂપતિમાં પણ ભૂકંપના આંચકા અનભુવાયા છે. આમ દેશના પહાડ, જંગલ અને સમુદ્ર વિસ્તાર ધરાવતા રાજ્યોમાં ભૂકંપના આંચકાઓ વધી રહ્યા છે.