January 23, 2025

T20 World Cup 2024: ટીમ સુપર-8માં ન પહોંચતા આ ખેલાડીએ કેપ્ટન પદ છોડી દીધું

T20 World Cup 2024: આ વખતની ટૂર્નામેન્ટમાં કેટલીક નવી ટીમોએ પણ લીધો હતો. આ નવી ટીમોમાં યુગાન્ડાની ટીમનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ગ્રુપ સ્ટેજમાં યુગાન્ડાને ગ્રુપ Cમાં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીનીની ટીમ પણ હતી. યુગાન્ડાની ટીમે 4 મેચ રમી જેમાં ખાલી 1માં જ જીત મેળવી હતી. તેના કારણે તે સુપર 8 માટે ક્વોલિફાય થઈ શકી નહી. આ ટીમના કેપ્ટન બ્રાયન મસાબાએ પોતાનું પદ છોડી દેવાની જાહેરાત કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં ન પહોંચી શકી નહીં જેના કારણે તેમણે આ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.

પદ છોડવાનો નિર્ણય
યુગાન્ડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં બ્રાયન મસાબાએ સુકાની પદ છોડવાના નિર્ણયની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે હું ઘણા સમયથી આ વિચારી રહ્યો હતો. આ સમય અને આ ક્ષણ મારા માટે ગર્વની હતી. જેમાં મને કેપ્ટનશિપ કરવાની તક મળી હતી. છેલ્લા 5 વર્ષથી હું આ જવાબદારી સંભાળી રહ્યો હતો. મે એક કપ્તાન તરીકે ઘણું શીખ્યું છે.

આ પણ વાંચો: આ ખેલાડીએ T20I ક્રિકેટમાં ફટકારી સૌથી ઝડપી સદી

પ્રભાવિત કરી શકી નથી
જો આપણે T20 વર્લ્ડ કપ 2024માં યુગાન્ડાની ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ટીમનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું. યુગાન્ડાની ટીમ ચોક્કસપણે પાપુઆ ન્યુ ગિની સામેની મેચ 3 વિકેટથી જીત મળી હતી. જેમાં T20 વર્લ્ડ કપમાં તેની પ્રથમ જીત તેની કહી શકાય. બ્રાયન મસાબાના કરિયરની વાત કરવામાં આવે તો 61 T20 મેચમાં 16.57ની એવરેજથી 23 વિકેટ લીધી હતી.