January 23, 2025

DRDOએ ભારતીય સેના માટે બનાવ્યું બખ્તરબંધ કોમ્બેટ વ્હીકલ WhAP, મહિન્દ્રાએ કર્યા વખાણ

Indian Defense: DRDO અને મહિન્દ્રા ડિફેન્સે સાથે મળીને ભારતીય સેના માટે એક નવું સ્વદેશી આર્મર્ડ કોમ્બેટ વ્હીકલ બનાવ્યું છે. આ એક વ્હીલ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP) છે. અગાઉ, સેનાએ ટાટા દ્વારા બનાવેલા 18 WHP વાહનો લીધા હતા. આ વખતે સંભાવના છે કે વધુ પ્રમાણમાં કોમ્બેટ વ્હીકલ લેવામાં આવે. તેથી મહિન્દ્રાના WhAPનું ટ્રાયલ ચાલી રહી છે.

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે મને ગર્વ એ વાતનું ગર્વ છે કે મહિન્દ્રા ડિફેન્સ DRDO સાથે મળીને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ બનાવે છે. તેમને વધુ ડેવલપ કરે છે. આ વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ (WhAP)નું કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર (CBRN) વેરિયન્ટ છે. આ અનેક પ્રકારની એમ્ફિબિયસ ઓપરેશન્સમાં ભાગ લઈ શકે છે.

આ WhAPની ડિઝાઇન કોમ્પેક્ટ છે, તેમ 600 હૉર્સપાવરનું ડીઝલ એન્જિન લાગેલું છે. તે ખૂબ ઊંચાઈવાળા સ્થળોએ પણ કામ કરી શકે છે. તેમાં સુરક્ષાની નવી ટેક્નોલોજી ઉમેરવામાં આવી છે. તેમ હથિયારોની સાથે કુલ 11 લોકો બેસી શકે છે. તમે વીડિયોમાં પાણીની અંદર ચાલવાની તેની ક્ષમતા જોઈ શકો છો.

બીજા વીડિયોમાં આ વ્હીકલની જમીન પર ચાલવાની ક્ષમતા જોઈ શકાય છે. તે હિમાલયની ઊંચાઈએ પણ સારી રીતે કામ કરી શકે છે. તે 8×8 વ્હીલ્સ સાથેનું સશસ્ત્ર વ્હીકલ છે. બસ વર્ઝનમાં થોડો ફેરફાર કરવામાં આવો છે. મને આશા છે કે તેને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવશે.

વિશેષતા: તેમાં લાગેલા છે રિમોટ ઓપરેટેડ મશીનગન
આ વ્હીકલ ટ્રાન્સમિશન ઓટોમેટિક છે. રસ્તા પર તે મહત્તમ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. મેદાની વિસ્તારોમાં તેની મહત્તમ રેન્જ 500 કિલોમીટર છે. તેની સુરક્ષા માટે બેલેસ્ટિક STANAG-2, બેલેસ્ટિક STANAG-1 લગાવવામાં આવી છે. જેથી સૈનિકોને દુશ્મનોના અનેક પ્રકારના હુમલાઓથી બચાવી શકાય.