January 13, 2025

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડ્યો, બાળકનું મોત નીપજ્યું

Vadodara: વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડી નાખવાની ઘટના સામે આવી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસે વધુ તપાસ હાથી ધરી પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે.

મળતી માહિતી અનુસાર વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડી નાખતા બાળકનું મોત થયું છે. આ ઘટના છાણીમાં આવેલ અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે બની હતી. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો તે દરમિયાન અકસ્માત થયો હતો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો હતો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. જે બાદ દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે, પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ઠંડીથી ઠુંઠવાઈ જશો… હવામાન વિભાગની ઠંડીને લઈ આગાહી, નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર