આ પાવરફુલ બેટ્સમેને ધોનીનો પણ તોડ્યો રેકોર્ડ
Chris Gayle: T20 વર્લ્ડ કપ 2024માં ઈંગ્લેન્ડે તેની સુપર-8ની છેલ્લી મેચમાં યુએસ ટીમને હાર આપી છે. મેચમાં જીતની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આવું પાંચમી વખત થયું છે કે ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડી જોસ બટલર અને ક્રિસ જોર્ડનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સાથે જોસ બટલરે તો અડધી સદી ફટકારી હતી.
અડધી સદી ફટકારી
અમેરિકા સામેની મેચમાં જોસ બટલરે 38 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. ટોટલ 83 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર ફટકારનાર કેપ્ટન જોસ બટલર બની ગયો છે. આ સાથે જોસ બટલરે મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટનની વાત કરવામાં આવે તો જોસ બટલર- 17 છગ્ગા, ક્રિસ ગેલ- 17 છગ્ગા, મહેન્દ્ર સિંહ ધોની- 16 છગ્ગા, કેન વિલિયમસન- 12 છગ્ગા માર્યા છે.
આ પણ વાંચો: IND vs AUS: ટીમ ઇન્ડિયાનું સેમિફાઇનલમાં જવાનું નિશ્ચિત!
ફાઇનલમાં જગ્યા બનાવી
જોસ બટલર હંમેશા તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાના દમ પર ઘણી મેચો જીતી છે. તમને જણાવી દઈએ કે તેની કેપ્ટનશીપમાં જ ઈંગ્લેન્ડની ટીમે ટી20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે. હાલના સમયમાં પણ તેની કપ્તાની હેઠળ ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સામેની મેચ જીતી છે.