January 23, 2025

દિલ્હી – વડોદરા ફ્લાઈટને રોકવામાં આવી, મુુસાફરોનું કરાયું ચેકિંગ

Delhi: વડોદરામાં અનેક કારણોસર દિલ્હી – વડોદરા ફ્લાઈટને રોકવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના કારણોસર ફ્લાઇટ ગઈ કાલે વડોદરા પહોંચી ન હતી. તેમજ ફ્લાઈટના તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ફ્લાઇટ નંબર AI – 819 દિલ્હીથી વડોદરા આવવાની હતી. પરંતુ તેને રોકવામાં આવી હતી. સવારે 10 વાગ્યા બાદ ફ્લાઇટ દિલ્હીથી વડોદરા આવશ.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ફ્લાઇટ નંબર AI – 819 દિલ્હીથી તેના નિયત સમયે સાંજે 6.20 વાગ્યે વડોદરા માટે ટેકઓફ કરવાની હતી. તે પહેલા મુસાફરોનુ બોર્ડિંગ પણ શરૃ કરી દેવાયુ હતું. જો કે અડધા મુસાફરોનું બોર્ડિંગ થયા બાદ અચાનક ફ્લાઇટને ગ્રાઉન્ડ કરાઇ હોવાની જાહેરાત કરાઇ હતી. આ પહેલા ટેકનિકલ ખામી હોવાનું જાણવા મળતુ હતું. પરંતુ થોડા સમયમાં જ પોલીસ કાફલાએ ફ્લાઇટ અને બોર્ડિંગ એરિયાને ઘેરી લેતા મુસાફરોને મામલો ગંભીર હોવાની જાણ થઇ હતી.

જો કે ફ્લાઇટના સ્ટાફ દ્વારા કોઇ માહિતી આપવામાં આવતી ન હતી.આ દરમિયાન જ સીઆઇએસએફના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને ફ્લાઇટનું ચેકિંગ ચાલુ કરાયું હતું, એકેએક મુસાફરોનું ચેકિંગ કરીને તેઓને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવ્યા હતા.