December 23, 2024

સાઉદી અરેબિયામાં કેરળના દંપતીના મળ્યા મૃતદેહ, મોતનું કારણ અકબંધ

Kerala: ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં સાઉદી અરેબિયા જાય છે. સાઉદી અરેબિયામાં કેરળના એક દંપતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ કપલનું ઘર સાઉદીના અલ કાસિમ પ્રાંતના ઉનાઈઝાહ શહેરમાં આવેલું હતું. બંને ઘરમાંથી શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પતિની ઓળખ 40 વર્ષીય શરથ અને પત્નીની ઓળખ 32 વર્ષીય પ્રીતિ તરીકે થઈ છે.

દંપતીના મૃત્યુના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે શરથના બોસને આશ્ચર્ય થયું કે શરથ લાંબા સમયથી કામ પર કેમ નથી આવતો. શરથનો માલિક તેના ઘરે પહોંચ્યો જ્યાં તેણે ઘણો સમય સુધી ખખડાવ્યા પરંતુ દરવાજો ન ખૂલ્યો. આ પછી અંદરથી અવાજ કેમ નથી આવતો અને આટલી વખત રિંગ કરવા છતાં દરવાજો કેમ ખોલવામાં આવતો નથી તે અંગે તેને શંકા જતાં તેણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પછી ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. જ્યાં પોલીસને જાણવા મળ્યું કે શરથે ફાંસીએ લટકી ગયો હતો અને પ્રીતિ જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. બંનેનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Kerala couple , Saudi Arabia,

 

શરથ લાંબા સમયથી ઉનાઈઝા શહેરમાં પ્લમ્બર અને ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. તે તેના પરિવારથી દૂર ત્યાં એકલો રહેતો હતો. વિદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર થોડા મહિના પહેલા તે તેની પત્ની પ્રીતિને પણ સાઉદી લઈ ગયો હતો.