December 22, 2024

દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલ્હીમાં પ્રથમ મેચ

IPL 2024: આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ વખતની મેચ આખા દેશમાં રમાઈ રહી છે. હવે દિલ્હીના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમ હૈદરાબાદને કેવી રીતે હરાવી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

માત્ર બે પોઈન્ટનો તફાવત
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગની મેચ રમાઈ હતી. પરંતુ IPL 2024ની એક પણ મેચ રમાઈ ના હતી. આજના દિવસે આ મેચ રમાશે. પોઈન્ટ ટેબલની સ્થિતિની વાત કરીએ તો દિલ્હીના 6 અને હૈદરાબાદના 8 પોઈન્ટ છે. હૈદરાબાદે અત્યાર સુધીમાં 6 અને દિલ્હીની ટીમે 7 મેચ રમી છે.

આ પણ વાંચો: IPL 2024ના સૌથી સસ્તા ખેલાડીએ મોટું સપનું સાકાર કર્યું

બોલિંગમાં ઘણી જવાબદારી
ઋષભ પંત એવા બેટ્સમેનોમાં સામેલ હશે જે દિલ્હીને જીત સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. તેણે પોતાની ટીમ માટે આ વર્ષના સૌથી વધારે રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં પાંચ મેચમાં તેણે 210 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર હાલ ઈજાગ્રસ્ત છે તે ક્યારે ફરી મેચમાં વાપસી કરશે તે કહેવું હાલ મુશ્કેલ છે. ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ખલીલ અહેમદ અને કુલદીપ પર બોલિંગની વધારે જવાબદારી રહેશે. ખલીલની વાત કરવામાં આવે તો તેણે 7 મેચમાં 10 વિકેટ લીધી છે. કુલદીપની વાત કરવામાં આવે તો તેણે 4 મેચમાં 6 વિકેટ લીધી છે.

આક્રમક શરૂઆતની જરૂર
જો હૈદરાબાદની વાત કરીએ તો અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેનને પાછલી મેચોની જેમ વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. હેડે 5 મેચમાં 235 રન બનાવ્યા છે. અભિષેકે 6 મેચમાં 211 રન બનાવ્યા છે. બોલિંગ ટીમ બેકફૂટ પર જાય છે. ટીમે આ વર્ષની IPLમાં અત્યાર સુધીમાં બે વખત 250થી વધુ રન બનાવ્યા છે. હૈદરાબાદની ટીમની જો વાત કરવામાં આવે તો તે પહેલેથી જ તાકાત બતાવી રહી છે. હૈદરાબાદની ટીમે આ વખતની IPL 2024માં અત્યાર સુધીમાં બે વખત 250થી વધુ રન બનાવ્યા છે.