January 23, 2025

David Miller પર ICCએ કરી મોટી કાર્યવાહી

David Miller: દક્ષિણ આફ્રિકાની ટીમનું T20 વર્લ્ડ કપ 2024માં બેસ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં આ ટીમ એક પણ મેચ હારી નથી. ઇંગ્લેન્ડ સામેની સુપર 8 મેચમાં જીત તો મળી ગઈ પરંતુ ડેવિડ મિલરને ICC તરફથી ઠપકોનો સામનો કરવો પડ્યો હતો.

કડક કાર્યવાહી કરવામાં આવી
દક્ષિણ આફ્રિકા ટીમના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલરને ICC તરફથી ઠપકો મળ્યો છે.આફ્રિકન ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે સુપર 8 રાઉન્ડ વચ્ચે 21 જૂનના મેચ રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. આ સમયે જ્યારે ડેવિડ મિલર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે દક્ષિણ આફ્રિકાની ટીમના નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. જેને લઈને ICC મિલર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

ભૂલ સ્વીકારી લીધી
ડેવિડ મિલરે મેચ અધિકારીઓ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે લેવલ 1 નિયમના ભંગ માટે મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીમાં 50 ટકાનો ઘટાડો અથવા તેના ખાતામાં એકથી બે ડીમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવી શકે છે. એક ભૂલના કારણે ડે વિડ મિલરને ICC તરફથી ઠપકોનો સામનો કરવો પડ્યો હતો. મિલરે ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ સ્ટાફ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.8નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું,