ખેડાના નડિયાદમાં યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા મોટો વિવાદ
યોગીન દરજી, નડિયાદ: ખેડાના નડિયાદમાં તળપદા સમાજના યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે. પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં છે, તે જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાયો છે. જેનાં કારણે જમીનની સામે આવેલ તળપદા સમાજની માતાનો મઢ પણ એજ જમીનમાં આવી જાય છે.
જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ અપાઇ રહી છે. જેના કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, અપાઈ સુનામીની ચેતવણી
સ્થાનિકોની રજુઆત છે કે જમીન વેચનાર પ્રતાપ કાભાઈને વર્ષ 1977માં સરકાર દ્વારા રૂ. 1 ના ટોકનથી જમીન આપવામાં હતી. જેથી તેઓ આ જમીન વેચાણ ના કરી શકે. ઉપરાંત એ જમીનું જે ક્ષેત્રફળ છે તે પ્રોપર્ટી કાર્ડ મુજબ 675 ચોરસ ફૂટ છે. પરંતુ જે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તેમાં 675 ચોરસ મીટરનો કરવામાં આવ્યો છે જે ખોટું છે. જેના કારણે માતાનો મઢ ઉપરાંત આસપાસના સ્થાનિકોને મકાનને પણ નુકસાન થઈ શકે તેમ છે. આ પ્રકારની સ્થિતિમાં આગામી દિવસોમાં કોમી એકતાનું વાતાવરણ પણ ડહોળાય એમ છે.