May 20, 2024

‘નલ સે જલ’ યોજનાને લઈને કોંગી ધારાસભ્યોના સરકારને પ્રશ્નો

GANDHINAGAR - NEWSCAPITAL

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નલ સે જલ યોજનામાં કૌભાંડ મામલે સરકારને પ્રશ્નો કર્યા હતા. તેમાં પણ ખાસ કરીને નડિયાદ જિલ્લામાં થયેલા કૌભાંડમાં સરકારે કયાં પગલાં ભર્યા તેને લઈને પણ સરકારને પ્રશ્ન કર્યો હતો. દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ નલ સે જલ યોજનામાં ફળવાયેલ બજેટને લઈને સરકારને પ્રશ્નો પૂછ્યા હતા.

અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાઃ પાણી-પુરવઠા મંત્રી
ધારાસભ્ય અમિત ચાવડાના જવાબમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું કે, નલ સે જલ યોજનામાં કૌભાંડની ફરિયાદ મળતાની સાથે જ સરકારે તપાસ શરૂ કરી દીધી હતી. જે અંતર્ગત સરકારે એક તપાસ કમિટની નિમણૂક કરી છે. આ કમિટી સહિત સરકાર દ્વારા ગ્રામ સમિતિ પણ બનાવવામાં આવી છે. સમિતિ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલાની વધુ તપાસ કર્યા બાદ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે.GANDHINAGAR - NEWSCAPITAL

આ પણ વાંચો : ભચાઉ કોર્ટે મૌલાના મુફ્તીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

કેન્દ્ર સરકારે રૂ.2,55,796.08 લાખ ફાળવ્યાં
તો બીજી તરફ આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ નલ સે જલ યોજનામાં ફળવાયેલ બજેટ સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. જેના જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 માં રૂ.2,55,796.08 લાખ ફાળવ્યા હતા જ્યારે વર્ષ 2022-23 માં રૂ.3,59,016.32 લાખ ફાળવ્યા હતા. તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં કુલ રૂ. 1,49,142.50 લાખ ફાળવ્યા હતા. આ રકમમાંથી વર્ષ 2021-22 માં રૂ.2,21,942.38 લાખ ખર્ચ થયો હતો, જ્યારે રૂ.33,853.70 લાખ સરકારી તિજોરીમાં પડી રહ્યા હતા. વર્ષ 2022-23 માં આ યોજના અંતર્ગત રૂ. 3,12,933.38 લાખ ખર્ચ થયો હતો જેમાંથી રૂ.48,082.94 લાખ વણ વપરાયેલ રહ્યા હોવાનું સરકારે ગરીહમાં સ્વીકાર્યું હતું.