ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસ સબ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા
Chaitar Vasava: ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મોત બાદની ઘટના અંગે ફરિયાદ કરાઈ છે. પોલીસની ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ નોંધાણી છે.
આ પણ વાંચો: સૌથી વધુ સર્ચ થતા સ્પોર્ટ્સ પર્સનમાંથી કોહલી-ધોની ‘આઉટ’, ગુજ્જુ બોય છવાયો
પોલીસ સબ ઇન્સ્પેકટર ફરિયાદી
પોલીસની ફરજમાં રુકાવટ અંગે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અન્યોનો જીવ જોખમમાં મુકવા અંગેની ફરિયાદ કરાઈ છે. આ ફરિયાદમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એ.વી.શીયાળીયા જ પોતે ફરિયાદી બન્યા છે. બ્લાસ્ટની ઘટના બાદ ચૈતર વસાવા સમર્થકો કંપની પર પહોંચ્યા હતા. તાજેતરમાં જ રાજપારડી પોલીસ મથકે પણ ગુનો નોંધાયો છે. જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવા બાબતે ગુનો નોંધાઈ ચુક્યો છે.