December 23, 2024

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, હવામાન વિભાગે ઠંડીને લઈ કરી આગાહી

Ahmedabad: રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ 4 દિવસ ઠંડીનુ જોર યથાવત રહેવાની સંભાવના છે. અમદાવાદ શેહરમાં બે થી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 15 થી 16 ડિગ્રી થવાની આગાહી છે. તમને જણાવી દઈએ કે વહેલી સવારથી 10 થી 12 કિમી ગતિના ઠંડા પવન ચાલુ રહેશે. આ સિવાય ઠંડા પવનના કારણે મહત્તમ તાપમાન ગગડવાની સંભાવના છે.

આ પણ વાંચો: અદાણી કેસમાં વ્હાઇટ હાઉસનું નિવેદન, ભારત સાથેના સંબંધો પર કહી આવી વાત

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ ઉતરાંત રાજ્યના વિવધ શહેરોમાં લઘુતમ તાપમાન 13 થી 19 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. લઘુતમ તાપમાન માં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. નલિયા 13.0 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે. આ સિવાય અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે તો ડીસા 14.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું. આ સિવાય રાજકોટ 16.6 ડિગ્રી, ભાવનગર 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. તેમજ સુરત 21.0 ડિગ્રી ,વડોદરા 14.6 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર છે.