જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ
Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં LOC બાદ શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ ગુરેઝ સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. ઘટના સ્થળે વધારાના સુરક્ષા દળોને મોકલવામાં આવ્યા છે. હાલમાં, સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે બેથી ત્રણ આતંકીઓ ઘેરાયેલા છે. જો કે હજુ સુધી આતંકવાદીઓની સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બે દિવસ પહેલા નિષ્ફળ કર્યું હતું મોટું કાવતરું
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. 29 ઓગસ્ટના રોજ સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના સરહદી જિલ્લા કુપવાડામાં આતંકવાદી ઘૂસણખોરીના બે કાવતરાને નિષ્ફળ બનાવ્યા હતા. તંગધાર અને માછિલ સેક્ટરમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.