January 24, 2025

BSNLનો આ સસ્તો પ્લાન Jio-Airtel માટે ટેન્શન બની ગયો

BSNLએ રિલાયન્સ જિયો અને એરટેલની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. BSNL નવા નવા સસ્તા પ્લાન લઈને આવી રહ્યું છે. જેના કારણે Jio-Airtel માટે ટેન્શનમાં વધારો થયો છે. Jio-Airtelના વપરાશકર્તાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફરી વખત BSNLએ એક સસ્તો પ્લાન લઈને આવ્યું છે. જે 2 મહિના સુધી ચાલશે.

આ પણ વાંચો: BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત

BSNLના પ્લાને ટેન્શન વધાર્યું
BSNL એ થોડા જ સમય પહેલા એક નવો પ્લાન ઉમેર્યો છે. જેના કારણે Jio-Airtelની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. BSNLએ તેના ગ્રાહકો માટે માત્ર 100 રૂપિયાની કિંમતે બે મહિનાની લાંબી વેલિડિટી સાથેનો પ્લાન લઈને આવી છે. કરોડો વપરાશકર્તાઓ માટે તો રાહત છે પરંતુ બીજી રિચાર્જ કંપનીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ પ્લાનમાં તમારે રુપિયા 108 ખર્ચીને 2 મહિના માટે ફ્રી કોલિંગ ડેટા અને અન્ય લાભ મેળવી શકો છો. કોઈપણ નેટવર્કમાં તમે અમર્યાદિત કોલિંગ કરી શકો છો. રુપિયા 108માં તમે 60GB ડેટા મળશે. રોજ તમે 1GB સુધી હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. 500 ફ્રી SMS મળશે.