આરજી કર કેસમાં CBIએ દાખલ કરી ચાર્જશીટ, 200 લોકોના નિવેદનો લેવાયા
Kolkata RG Kar Rape Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં સંજય રોયને હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
દુષ્કર્મ અને હત્યાના આ કેસમાં ગયા શનિવારે 5 ઓક્ટોબરના રોજ જુનિયર ડોક્ટર્સ અમરણાંત ઉપવાસ પર બેઠા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર તેમની માંગણીઓ પૂરી નથી કરી રહી, જેના બાદ તેમણે હવે અમરણાંત ઉપવાસનો માર્ગ અપનાવવો પડ્યો છે.
માંગણીઓ પુરી ન થતા તબીબો હડતાળ પર બેઠા
જુનિયર ડોક્ટર્સે ધર્મતલા સ્થિત ડોરિના ક્રોસિંગ પર ગયા શુક્રવારે બેઠા હતા. તેમણે પશ્ચિમ બંગાળ સરકારને વચન મુજબ તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ અંગે એક જુનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આપેલી સમય મર્યાદામાં તેમની માંગણીઓ પૂરી કરી નથી. તેથી, અમે અમારી માંગણીઓને પૂર્ણ કરવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ઉપવાસ શરૂ કરી રહ્યા છીએ, અમે સ્ટેજ પર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જ્યાં તેમના ડૉક્ટર સાથીદારો ઉપવાસ કરશે.