રામનવમીના દિવસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ભગવાનના શરણે
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠામાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ હતી. વહેલી સવારથી જ રામ મંદિરોમાં જય શ્રી રામની ગુંજવા લાગી હતી. બીજી બાજુ લોકસભાના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પણ આજે ભગવાનને શરણે છે. પાલનપુર ડીસા થરાદમાં રામ શોભાયાત્રા થકી માહોલ ધર્મ મય બન્યો છે તો આજે ધાર્મિક માહોલમાં પણ રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.
લોકસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સવારથી જ ભગવાનને શરણે છે. ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન ઠાકોર આજે વહેલી સવારે નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ કોંગ્રેસના ગેની બેન ઠાકોરે થરાદ ખાતે રામ નવમીની ઉજવણીમાં ભાગ લીધો હતો.
રામ મંદિરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબત પટેલ સાથે આરતી ઉતારી હતી, જોકે ભાજપના રેખા ચૌધરી ડીસા ખાતે રામ નવમીની શોભા યાત્રામાં જોડાયા હતા ત્યારે રામ નવમીની ઉજવણી વચ્ચે પણ ધાર્મિક માહોલમાં પણ બીજેપી અને કોંગ્રેસે રાજકીય માહોલ યથાવત રાખ્યો હતો.