April 30, 2024

સરકારી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારની ગાડીમાં ચોરે હાથ સાફ કર્યો

ઉમેદવાર જેમીન પ્રજાપતિ

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યના ગાંધીનગર શહેરમાં ચોર બેફામ બન્યા છે. ગાંધીનગર ખાતે સરકારી પરીક્ષા આપવા માટે આવેલા યુવાનને કડવો અનુભવ થયો હતો. યુવાન પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે ચોરે યુવાનના ટુ વહીલર વાહનના ડેકીમાં હાથ સાફ કરીને ચોરીને અજામ આપ્યો હતો. જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવાન પોતાના વાહન પાસે આવીને ડેકી ચેકતા ચોરી થયા હોવાનું સામે આવતા ઉમેદવાર યુવાને તુરત ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે ફરીયાદ દાખલ કરી હતી. માત્ર એક યુવાન નહીં, પરંતુ અન્ય યુવાનોના વહીકલની ડેકી પણ તોડીને ચોરી કરી હોવાનુ સામે આવ્યું હતું.

ગાંધીનગરમાં ચોર બેફામ બની ગયા છે. ધોળા દિવસે ચોર હવે ચોરીને અજામ આપી રહ્યા છે. ગાંધીનગર ખાતે હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મડલ દ્રારા વર્ગ 3ની કલાર્કની પરીક્ષા ચાલી રહી છે. જો કે આ પરીક્ષા ઓનલાઈન હોવાથી મોટી સંખ્યામાં યુવાનો પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા, ત્યારે ગાંધીનગર ખાતે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વર્ગ 3 કલાર્કની પરીક્ષા આપવા માટે જેમીન પ્રજાપતિ નામનો યુવાન આવ્યો હતો. યુવાન ઉમેદવાર પરીક્ષા આપવા પરીક્ષા ખંડની અંદર ગયા બાદ પાર્કિગમાં પડેલા તેના વહીકલની ડેકીમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો. જેમાં ચોરે ડેકીમાં રહેલ મોબાઈલ ફોન, સિમ કાર્ડ સહિત ક્રેડીટ કાર્ડ સહિતની ચોરી કરી હતી, ચોરીના સિમના માધ્યમથી ચોરે 83 હજાર રૂપિયાની ઉઠાંતરી કરી હતી. જો કે પરીક્ષા આપીને બહાર આવેલા ઉમેદવારને પોતાની ટુ વહીલર ગાડીની ડેકી તૂટેલી અને ચોરી થયાનો ખ્યાલ આવતા તેને ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: મોરબીવાસીઓને નહીં પડે પાણીની અછત!

સરકારી પરીક્ષા કેન્દ્ર ખાતે એક માત્ર યુવાન નહીં, પરંતુ અન્ય યુવનોના ટુ વહીલરની ડેકીમાંથી ચોરી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેમાં પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોનાં વાહનમાંથી ચોરી થયા હોવાની વાત સામે આવી છે, જેમાં ચોરે વહીકલની ડેકીમાંથી પર્સ, રોકડા રૂપિયા સહિત ચોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પણ પોલીસ સમક્ષ આવી છે, નોંધનીય છે કે ઉમેદવાર પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ખાતે આવે તે પહેલાં ગૌણ સેવા પસંદગી દ્રારા ઉમેદવારને કોઈ કિંમતી વસ્તુઓ લઈને પરીક્ષા કેન્દ્ર ખાતે આવું નહીં તેમ છતાંય યુવાનો પોતાની પાસે મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા સાધનો લઈને આવી રહ્યાં છે. હાલ તો ઇન્ફોસિટી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને ચોરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.