December 23, 2024

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીની જીવનગાથા

નવી દિલ્હી : લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927ની સાલના નવેમ્બર મહિનાની 8મી તારીખે થયો હતો. તેઓ ભારતીય રાજનીતિના પીઢ નેતાઓમાંથી એક છે જે હાલ લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ 2002 થી 2004 સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી તેમજ વિદેશ મંત્રી જેવા હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે, જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે.