May 18, 2024

બંગડીઓ વેચતી મહિલાનો વીડિયો વાયરલ, અંગ્રેજી સાંભળીને તમે પણ દંગ રહી જશો

ગોવા : બંગડી વેચતી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી જોવા મળે છે. માહિતી અનુસાર આ વીડિયો ગોવાના વાગેટર વિસ્તારનો છે. સુશાંત પાટીલ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે અને વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, જીંદગી કેવી પણ હોય પણ તેને સારી રીતે જીવી જોઇએ.

જાણો શું છે વીડિયોમાં…
આ વીડિયોમાં એક મહિલાના હાથમાં બંગડીઓ અને કેટલાક બ્રેસલેટ છે. જેમાં મહિલા કોઈની સાથે અંગ્રેજીમાં વાત કરતી જોવા મળે છે. મહિલા જણાવી રહી છે કે તે કેટલા સમયથી આ કામ કરી રહી છે. કોરોનાકાળ પછી બીચ પર શું ફેરફારો થયા છે? મહિલાએ વધુમાં કહ્યું કે ગોવાના બીચ હલે બદલાઈ રહ્યાં છે. મહિલાનું કહેવું છે કે શાંતિના કારણે લોકો આ બીચ પર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Patil (@der_alpha_mannchen)

વીડિયો પર 2 મિલિયનથી વધુ વ્યૂઝ
આ વીડિયો થોડા દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લગભગ 11 લાખ યુઝર્સે તેને લાઈક કર્યો છે. આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ્સનું પૂર આવ્યું હતું. વીડિયાના કોમેન્ટ્સમાં એક યુઝરે લખ્યું કે આ મહિલા અમારા અંગ્રેજી શિક્ષક કરતા સારી અંગ્રેજી બોલી રહી છે. એક યુઝરે લખ્યું- આ ભારત છે, આ સાચા ટેલેન્ટનો ઉપયોગ કર્યો છે, તેથી જ જે ચા વેચવાવાળા વડાપ્રધાન બને છે અને જે ભણે છે તે ચા વેચે છે. અન્ય એક યુઝરે લખ્યું કે તેણે સાબિત કર્યું કે અંગ્રેજી માત્ર એક ભાષા છે, જ્ઞાન નથી.