January 23, 2025

AAPને સૌથી મોટો ફટકો! EDએ પહેલીવાર કોર્ટમાં કરી જાહેરાત

Delhi Excise Policy: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ થનારી આગામી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. EDએ દિલ્હી હાઈકોર્ટને એ પણ જણાવ્યું કે ઘણા આરોપીઓ કેસની સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. EDના વકીલે આ દલીલ ત્યારે આપી જ્યારે હાઇકોર્ટ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. જો કે, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે આરોપીઓ દ્વારા લિકર પોલિસી કેસમાં સુનાવણીમાં વિલંબ કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આબકારી નીતિ શું છે?
મળતી માહિતી મુજબ, દિલ્હી સરકારે વર્ષ 2021માં નવી એક્સાઇઝ પોલિસી લાવી હતી. વર્ષ 2022 સુધીમાં આબકારી નીતિ પ્રશ્નના ઘેરામાં આવી. એલજી વીકે સક્સેનાએ પોલિસી બનાવવા અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતા અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી CBI અને EDએ પણ કથિત અનિયમિતતાઓને લઈને કેસ નોંધ્યા હતા. જે બાદ દિલ્હી સરકારે એક્સાઈઝ પોલિસી રદ્દ કરી દીધી હતી.

અરવિંદ કેજરીવાલની ધરપકડ
ED એ માર્ચ 2024માં દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી, તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) તેમને વચગાળાના જામીન આપ્યા હતા. અરવિંદ કેજરીવાલે બીજી જૂને ફરીથી આત્મસમર્પણ કરવું પડશે.

આ પણ વાંચો: ‘આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે’, નોમિનેશન પછી PM મોદીની પ્રતિક્રિયા

નોંધનીય છે કે, તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, AAP સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, તેમાંથી સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે, જ્યારે મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે.