January 23, 2025

બેન સ્ટોક્સના નસીબને લઈને ENG સહાયક કોચનું મોટું નિવેદન

અમદાવાદ: બેન સ્ટોક્સે 9 મહિના પછી ટેસ્ટ મેચમાં બોલિંગ કરી હતી. આ દરમિયાન તેણે પહેલા બોલ પર રોહિત શર્માની વિકેટ લીધી હતી. ત્યારે હવે ઈંગ્લેન્ડના આસિસ્ટન્ટ કોચે આ અંગે નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

નસીબમાં લખેલું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે જે ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. ટેસ્ટ મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ સદી ફટકારવામાં આવી હતી. તેણે 103 રનની ઇનિંગ રમી હતી. ત્યારે ઈંગ્લેન્ડના આસિસ્ટન્ટ કોચે આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. જીતન પટેલે કહ્યું કે સ્ટોક્સના નસીબમાં લખેલું છે કે તે આટલો શાનદાર બોલ ફેંકશે અને પોતાની સદી પૂરી કરી ચૂકેલા રોહિત શર્માની વિકેટ લેશે.

બોલિંગ કરતો જોઈને સારું લાગ્યું
તેણે વધુમાં કહ્યું, “તેને બોલિંગ કરતો જોઈને સારું લાગ્યું છે. પરંતુ અમારે સાવધાન રહેવું પણ જરૂરી છે. કારણ કે હજૂ થોડા સમય પહેલા જ તે ફરી બોલિંગમાં પરત ફર્યો છે. હાલ તો આજે રાત્રે તે આરામ કરશે અને સવારે જોશે કે આવનારી મેચ માટે તેની હાલત કેવી છે. ઈંગ્લેન્ડની ટીમ અત્યારે પ્રથમ દાવના આધારે ભારતથી 255 રનથી પાછળ જોવા મળી રહી છે. પરંતુ જીતન પટેલે કહ્યું કે તે કે પછી તેની ટીમ આશા છોડશે નહીં.