November 15, 2024

CAA પર કેન્દ્ર સરકારને મોટી રાહત, સુપ્રીમે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

supreme court: નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા સમયે કેન્દ્ર દ્વારા રજૂઆત કરનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. તેના પર અરજીકર્તા ઈન્દિરા જય સિંહે તેને લાગુ કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાથે તેણે રજૂઆત કરતા કહ્યું કે, હવે તેને મોટા બેન્ચની સમક્ષ મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કેન્દ્ર સરકારને રાહત આપી છે. CAA નોટિફિકેશન પર ફિલહાલ કોઈ પ્રતિબંધ લગાવવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 9 એપ્રિલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારને 3 અઠવાડિયાની અંદર જવાબ આપવો પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 236 અરજીઓ પર અમે નોટિસ જાહેર કરી છે. તેવી જ રીતે આ કેસમાં પણ અમે નોટિસ અને આગળની તારીખ આપી રહ્યા છીએ. સરકારે નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવા વાળી અરજી પર જવાબ આપવા માટે સમય માંગ્યો છે. આથી સરકારને સમય આપવામાં આવે છે. તેની સામે અરજી કર્તાએ નોટિફિકેશન લાગુ કરવા પર પ્રતિબંધની માંગણી કરી છે.

કોર્ટે પુછ્યું કે કેન્દ્ર સરકાર ક્યાં સુધી જવાબ દાખલ કરી શકશે. તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, 4 અઠવાડિયાની અંદર જવાબ દાખલ કરવામાં આવશે. ત્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, નોટિફિકેશનને 4 વર્ષને 3 મહિના બાદ લાગુ કરવામાં આવી રહ્યું છે. જો એક વખત નાગરિકતા આપવાનું શરૂ થઈ જશે તો તેને રોકી નહી શકાય. આથી તેના પર પ્રતિબંધ લગાવવું જોઈએ.

સિબ્બલે વધુમાં કહ્યું કે, નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવા આવે અને કેટલાક લોકોને સિટિજનશિપ આપવામાં આવે. જો તેના પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો તેનો કોઈ મતલબ નહીં રહે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કોઈને પણ નાગરિકતા મળે કે ના મળે અરજીકર્તાઓને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેના પર ઈન્દિરા જય સિંહે કહ્યું કે, આ મામલો સંવિધાનથી તપાસનો છે.