May 3, 2024

શેર માર્કેટમાં મોટું ગાબડું, નિફ્ટીમાં 620 અંકનો કડાકો

Market Close: બે દિવસની શાનદાર તેજી પછી બુધવારે શેર માર્કટમાં રોકાણકારોની નફાની ઉઘરાણી બાદ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આઈટી અને એનર્જી શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યા છે. મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં પણ ઘટાડો થયો છે. સેન્સેક્સ 73,000ની નીચે આવી ગયો છે. શેર માર્કેટ બંધ થતા સમયે બીએસઈ સેન્સેક્સમાં 434 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં 142 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.

સેક્ટરનો હાલ
આજના કારોબારમાં આઈટી, એનર્જી, ફાર્મા, મીડિયા, ઈન્ફા કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેંકિંગ, ઓટો, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર FMCG, મેટલ્સ અને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેર સ્ટોક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 618 અને સ્મોલકેર ઈન્ડેક્સ 167 અંકના ઘટાડા સાથે બંધ થયો છે.

રોકાણકારોને નુકસાન
આજે શેર માર્કેટમાં ઘટાડાના કારણે માર્કેટ વેલ્યૂ નીચે આવી ગઈ છે. બહીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સના માર્કેટ કેપિટલાઈજેશન ઘટાડીને 388.82 લાખ કરોડ રૂપિયા પર બંધ રહ્યો છે. જે છેલ્લા સત્રમાં 391.62 લાખ કરોડ રુપિયા રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોને 2.80 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

આજના ગેનર અને લુઝર
આજના ટ્રેડમાં ટાટા સ્ટીલ 3.01 ટકા, એસબીઆઈ 2.08 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.77 ટકા, ભારતી એરટેલ 0.52 ટકા, મારુતિ સુઝુકી 0.48 ટકાની તેજીની સાથે બંધ થયો છે. જ્યારે પાવર ગ્રિડ 1.98 ટકા, એનટીપીસી 1.46 ટકા, ઈન્ફોસિસ 1.39 ટકાનો ઘટાડો સાથે બંધ થયો છે.