January 23, 2025

અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, યુપી મદરેસા બોર્ડ એક્ટ ગેરબંધારણીય

Allahabad high court: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે યૂપી બોર્ડ ઓફ મદરસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય ઠેરવી છે. કોર્ટે કહ્યું કે, આ એક્ટ ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતની વિરૂદ્ધમાં છે. આ સાથે કોર્ટે યૂપી સરકારને નિર્દેશ કર્યા છે કે, મદરેસામાં ભણવા વાળા વિદ્ધાર્થીઓને પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થામાં જોડવામાં આવે.

નોંધનીય છે કે યુપી સરકારે મદરેસાઓની તપાસ માટે ઓક્ટોબર 2023માં SITની રચના કરી હતી. SITએ મદરેસાઓને આપવામાં આવતા વિદેશી ફંડની તપાસ કરી રહી છે. અરજદાર અંશુમાનસિંહ રાઠોડ અને અન્યોએ પિટિશન દાખલ કરીને એક્ટને પડકાર્યો હતો. એમિકસ ક્યુરી અકબર અહેમદ અને અન્ય વકીલોએ કોર્ટમાં તેમનો કેસ રજૂ કર્યો હતો. સુનાવણી બાદ જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: ઈન્ડિયન જ નહીં વિદેશી ખેલાડીઓએ પણ ચેમ્પિયન ટ્રોફી અપાવી

અંશુમાન સિંહ રાઠોડ અને અન્યોએ મદરેસા બોર્ડની સત્તાઓને પડકારતી અરજી દાખલ કરી હતી. અરજીમાં ભારત સરકાર, રાજ્ય સરકાર અને લઘુમતી કલ્યાણ વિભાગ દ્વારા મદરેસાઓના સંચાલન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ નિર્ણય પર યુપી મદરસા બોર્ડના રજિસ્ટ્રાર પ્રિયંકા અવસ્થીએ કહ્યું કે, હજુ સંપૂર્ણ આદેશની રાહ જોવાઈ રહી છે. આદેશ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે અને તે મુજબ નિર્ણય લેવામાં આવશે.