IND vs SL: T20 સિરીઝ પહેલા થયો મોટો ફેરફાર
India vs Sri Lanka T20 Series: ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈથી રમાવાની છે. ભારત બાદ આ સિરીઝ માટે શ્રીલંકાની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રણમાંથી પ્રથમ બે મેચ માત્ર બે દિવસમાં બેક ટુ બેક રમાશે. જેમાંથી એક મેચ 27 અને બીજી મેચ 28 જુલાઈના રમાશે. શ્રીલંકન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આટલું જ નહીં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના સ્થાનની જાહેરાત પણ કરી દીધી છે.
T20 શ્રેણીમાંથી બહાર
ટીમ ઈન્ડિયા હાલ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં શ્રીલંકાના પ્રવાસે છે. આ શ્રેણી શનિવારથી શરૂ થવાની છે. ટીમ તેની તૈયારઓમાં છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે માહિતી આપી છે કે ટીમનો ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાગ્રસ્ત થયો છે. તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે સમય લાગી શકે છે. તેથી તે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. મોટી વાત એ છે કે દુષ્મંથા ચમીરા ભારત સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
આ પણ વાંચો: Ind vs SL: શ્રીલંકાના કેપ્ટન બદલાયા, ભારત સામે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત
T20 શ્રેણી માટેની શ્રીલંકાની ટીમઃ અવિશકા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, ચરિથ અસલંકા, પથુમ નિસાંકા, કુસલ પરેરા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, મહેશ થીકશાના, ચામિન્દુરા, નુસિંગુરા, ચામિન્દુરા, નુસિંગુરા, નુસૈન, બી. ફર્નાન્ડો અને અસિથા ફર્નાન્ડો.
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ. સિરાજ.