January 13, 2025

CM ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂર્ણ, વિકાસ અને સિદ્ધિઓની સફર…

ન્યૂઝ કેપિટલ અમદાવાદ: લોકો માટે સદાય હસતો ચહેરો અને ભ્રષ્ટાચારીઓ સામે આકરુ વલણ રાખી દંડો ચલાવનારા ‘દાદા’ના હુલામણા નામથી જાણીતા અને લોકલાડીલા એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થયા છે.

મૃદ્દુ,મક્કમ, સરળ, સહજ અને સ્પષ્ટ…
ગુજરાતની વિકાસ યાત્રાની ધુરા મજબૂતાઇથી સંભાળી સતત કંઇક નવું કરવાની અને જનતાની સાથે જમીન પર જોડાઈ રહેવાની CM ભૂપેન્દ્ર પટેલની આ સ્ટાઈલે તત્કાલિન CM નરેન્દ્ર મોદીની કોમન મેનની વ્યાખ્યાને જાળવી રાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. પડકારો, પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પણ દાદાની મૃદુતા અને મક્કમતાએ જનતામાં અલગ જ છાપ ઉભી કરી છે.

વર્ષ 2022માં જ્યારે ગુજરાતની જનતાએ 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ આપ્યો હતો, ત્યારબાદ વિકાસ અને સિદ્ધિઓની સફર…

  • CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠક અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું.
  • ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
  • છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસી જાહેર કરી.
  • ગુજરાત ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
  • રોજગાર મેળા દ્વારા કુલ 5 લાખ 96 હજારથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
  • રાજ્યમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના થશે.
  • ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં દેશમાં અગ્રેસર રહ્યું.
  • બીજી તરફ 2 લાખ 82 હજાર ઘર પર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું.
  • ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારમાં PMJAY હેઠળ 10 લાખ સુધીના વીમા કવચની જાહેરાત સાથે ગુજરાતમાં 2.6 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ અપાયા.
  • મકાન, આરોગ્ય અને વીજળી સહિત 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને ભૂપેન્દ્રભાઇ પટેલે સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જગતના તાતની પણ ચિંતા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કરવામાં આવી છે, કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 12,713 એટલે કે 74% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી પ્રદાન કરવામાં આવી.

દાદાના 2 વર્ષ દરમિયાન જાહેર થયેલી નીતિઓ

  • ગુજરાત ટેક્સટાઈલ પોલિસી – 2024
  • ખરીદ નીતિ – 2024
  • નારી ગૌરવનીતિ-2024
  • કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી – 2024
  • ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023
  • સેમિકંડક્ટર પોલિસી
  • ન્યૂ IT/ITes પોલિસી
  • ગ્રીન-હાઈડ્રોજન પોલિસી

નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા

  • નાગરિકોને સુવિધા મળે તે હેતુથી એસટી બસોમાં યુપીઆઇ દ્વારા ઓનલાઇન પેમેન્ટની શરૂઆત, ૩000 મશીનો આપવામાં આવ્યા.
  • 32 સ્થળો ખાતે ₹94.65 કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશનો અને પીપીપી ધોરણે 3 સ્થળોએ ₹66.32 કરોડના ખર્ચે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ પોર્ટનું લોકાર્પણ.
  • દિવ્યાંગો ઘર બેઠાં ટિકિટ મેળવી શકે તે હેતુથી ઇ-ટિકિટની શરૂઆત.
  • ગુજરાત એસટી નિગમ દ્વારા 300 લકઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સપ્રેસ, 400 મીડી બસ અને 5 ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 3487 નવીન બસોનું લોકાર્પણ.

લોકોના કામ કરવા માટે સદાય તત્પર રહેતા આપણા દાદા ગુનેગારો સામે કડકાઈથી કાર્યવાહી પણ કરે છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ પર ‘દાદાનો દંડો’ ચાલી રહ્યો છે અને ઓપરેશન ગંગાજળ હેઠળ CM ભુપેન્દ્ર પટેલે અનેક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત ઘરે પણ બેસાડી દીધા છે. જનતાના દાદા ગુજરાતના વિકાસ માટે દિવસ-રાત એક કરીને કમર કસી રહ્યા છે, ત્યારે એ પણ નક્કી જ છે કે, આગામી વર્ષ 2025 પણ ગુજરાત માટે આવું જ ફુલ ગુલાબી બની રહેશે.