January 13, 2025

બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન ચાલુ, ધાર્મિક સ્થળ તોડી પાડ્યું

Bet Dwarka: બેટ દ્વારકા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેર કાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા હોઈ ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: સૂર્યા ENG સામેની T20 સિરીઝમાં બસ આટલા રન બનાવતાની સાથે રોહિત રહી જશે પાછળ

ધાર્મિક પ્રવુતિ નામે કરાયેલ દબાણ દૂર
મેગા ડીમોલેશન એક હજાર પોલીસ અને એસ. આર પી જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે. બે દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા આપવામાં નોટિસ આપવામાં આવી હતી. ઓખા ખાતે થયેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. ધાર્મિક પ્રવુતિ નામે કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે.