January 23, 2025

ધોની બેટિંગ કરવા ઊતરે એ પહેલા જાડેજાએ મજાક કરી

IPL 2024:  મહેન્દ્ર સિંહ ધોની 42 વર્ષનો થઈ ગયો છે. હવે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) બાદ આ લીગમાંથી નિવૃત્તિ પણ લઈ શકે છે. જ્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ હોય છે ત્યારે ચાહકો તેમને બેટિંગ કરતા જોવા માંગે છે. જો કે, કેટલીકવાર ચાહકોની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ધોનીની બેટિંગ જોવાની ચાહકોની ઈચ્છા પૂરી થઈ. રન ચેઝ દરમિયાન CSKની ત્રીજી વિકેટ પડી. જ્યારે 19 બોલમાં સાત રનની જરૂર હતી ત્યારે ધોનીએ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. પણ છેલ્લે રમાયેલી ચેન્નઈ સુપરકિંગ્સની મેચમાં જાડેજાએ એ બેટિંગ કરવા ઊતરે એ પહેલા મજાક કરી લીધી હતી.

રિએક્શન જાણવું હતું
જો કે, પબ્લિકને એનું રીએક્શન ખબર પડે એ પહેલા ધોની ઊતરી ગયો હતો. આ પહેલા ધોની અને રવિન્દ્ર જાડેજાએ સ્ટેડિયમમાં ઘોંઘાટીયા ભીડ સાથે નાનકડી મજાક કરી હતી. શિવમ દુબે આઉટ થયો અને સ્ટેડિયમ “ધોની, ધોની” ના નારાથી ગુંજી ઉઠ્યું. આ પછી જાડેજા બેટિંગ કરવા ડ્રેસિંગ રૂમની બહાર આવ્યો હતો. પછી તેણે યુ-ટર્ન લીધો. આ પછી ધોનીનું વધુ જોરદાર સ્વાગત થયું. મેચ પછીની વાતચીતમાં તુષાર દેશપાંડેએ ખુલાસો કર્યો કે, ભીડને ચીડવવાનો વિચાર ધોનીનો હતો. જો કે, ધોની કોઈ મોટો સ્કોર કરે એ પહેલા ઓવર અને ઈનિંગ બન્ને પૂરા થઈ ગયા હતા. છેલ્લી કેટલીક મેચમાં છેલ્લા તબક્કામાં આવીને ધોની દર્શકોને સમગ્ર મેચ જોવા માટે બેસાડી રાખે છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી. જોકે, કોલકાતા સામેની મેચમાં ચેન્નઈની ટીમે મસ્ત પર્ફોમ કર્યું હતું. ખાસ કરીને જાડેજાની ત્રણ વિકેટે મેચનું પાસું પલટી નાંખ્યું હતું.

આ પણ વાંચો:  કેએલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો? વીડિયો વાયરલ

ખાસ વાત આ છે
દેશપાંડેએ કહ્યું, “ધોની ભાઈએ જાડેજાને કહ્યું હતું કે હું બેટિંગ માટે જઈશ, પરંતુ તમે જાવ છો હવે એવું કરો.” જાડેજાએ કહ્યું, “ધોની ફક્ત તેની એક ઝલક જોવા માંગતો હતો.” ચાહકો માટે માહી ભાઈની બેટિંગ જોવાનું હંમેશા મૂલ્યવાન છે. સતત 2 હાર બાદ ચેન્નાઈએ આ સિઝનમાં ત્રીજી જીત નોંધાવી છે. કોલકાતાની ટીમને પહેલી હાર મળી હતી. કેપ્ટન તરીકે ઋતુરાજ ભલે સારૂ નેતૃત્વ કરતો હોય પણ ટીમમાં કાયમ માટે ધોની મદદરૂપ થાય છે. સિનિયર્સ તરીકે નહીં પણ ખેલાડી તરીકે તે સલાહ આપે છે. તો બીજી તરફ હરીફ ટીમમાંથી પણ જ્યારે કોઈ ખેલાડી એને મળવા કે વાત કરવા માટે આવે છે ત્યારે તે ખૂબ સરળતા અને સહજતાથી જવાબ આપે છે. આ જ ધોનીની ખાસ વાત છે.