January 23, 2025

બાંગ્લાદેશ સુપર-8માં પ્રવેશ્યું, ઓછો સ્કોર થતા નેપાળની હાર

BAN vs NEP: T20 વર્લ્ડ કપ 2024ની 37મી મેચમાં બાંગ્લાદેશના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેના કારણે નેપાળને ઓછા સ્કોરિંગ મેચમાં હારવાનો વારો આવ્યો હતો.બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે ટોટલ 191 રન થયા હતા. આ જીત સાથે બાંગ્લાદેશે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશના મીડિયમ પેસ બોલર તન્ઝીમ હસન શાકિબને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

છેલ્લી ટીમ બની
સોમવારે તેના બોલરોના દમ પર, બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપ 2024 ની 37મી મેચમાં ઓછા સ્કોરિંગ મેચમાં નેપાળને હરાવી દીધું હતું,. સાઉથ આફ્રિકાની વાત કરવામાં આવે તો તે ગ્રૂપ ડીમાંથી પ્રથમ સ્થાન પર છે. ગ્રુપ ડીની મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરી હતી. આ મેચ દરમિયાન નેપાળની શરૂઆત ખરાબ રહી હતી. તનઝીમ હસન સાકિબે કુશલ ભુર્તેલ (4)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024ની સુપર-8ની ટીમ નક્કી, ભારતની આ 3 ટીમ સાથે મેચ

બેટિંગ ફ્લોપ રહી
પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત પણ કંઈ ખાસ રહી ના હતી. મહમુદુલ્લાહ (13), રિશાદ હુસૈન (13), ઝાકર અલી (12)અને તસ્કીન અહેમદ (12*) બે આંકડામાં રન બનાવી શક્યા હતા. નેપાળ તરફથી સોમપાલ કામી, દીપેન્દ્ર સિંહ એરી, રોહિત પૌડેલ અને સંદીપ લામિછાનેએ બે-બે વિકેટ લીધી હતી.