બનાસકાંઠામાં આવેલી છે ભૂતિયા શાળા! 180 વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર અસર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ રાજ્યના શિક્ષણ વિભાગમાં હમણાં ભૂતિયા શિક્ષકોનો દોર શરૂ થયો છે. જો કે, ભૂતિયા શિક્ષક નીકળે એટલે શાળા પણ ભૂતિયા તો હોવી જોઈએ! વાત છે પાલનપુર તાલુકાના આબેથા ગામની. પ્રાથમિક શાળાની આખી શાળા ખંડેર છે અને એને કારણે જ કહેવું પડ્યું કે, આ ભુતિયા શાળા કહેવાય છે. કારણ કે એકથી આઠ ધોરણની શાળા છે. અહીં 180 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં છ ઓરડા છે, જેમાંથી પાંચ ઓરડા બંધ છે અને માત્ર એક ઓરડો બેસવાલાયક છે. મજબૂરી એવી છે કે,આ શાળાની વિદ્યાર્થીઓની બે પાળીમાં કરવી પડી છે અને જેને કારણે શિક્ષણ બગડી રહ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.
પાલનપુર તાલુકાના આબેથા ગામની પ્રાથમિક શાળામાં જઈએ એટલે સવારે સાત વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બાળકો અભ્યાસ કરતા નજરે પડે અને એનું કારણ એ છે કે, આંબેથા પ્રાથમિક શાળાની હાલત અત્યંત ખરાબ છે. વિદ્યાર્થીઓને બેસવા માટે રૂમ જ નથી, માત્ર 6 ઓરડા છે. તેમાંથી પાંચ તો ખંડેર બની ગયા છે અને એક ઓરડો છે. તેમાં વિદ્યાર્થીઓ બેસી શકે છે. બાકીના વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. છેલ્લા ત્રણ વર્ષની આ ઘટનાક્રમ ચાલ્યો આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો માગણી કરી રહ્યા છે કે, આ શાળાને ઓરડા ફાળવવામાં આવે પરંતુ ઓરડા ન ફાળવવાને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ તો બગડી રહ્યું છે. આ સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.
પ્રાથમિક શાળાના ઓરડાની હાલત તમે જુઓ તો એકદમ ખંડેર હાલતમાં છે અને જેને કારણે પાંચ ઓરડા બંધ કરી દેવા પડ્યા છે. તેને કારણે વિદ્યાર્થીઓને બહાર બેસી અને અભ્યાસ કરાવવા ની ફરજ પડી રહી છે. આ સાથે 180 વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં ન બેસી શકે અને એના માટે આ વિદ્યાર્થીઓને બે પાલીની શાળા કરવામાં આવી છે. જેને લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડે છે. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી થાય છે, ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે પણ આ શાળાને ઓરડા ફાળવવા જોઈએ.