January 23, 2025

…પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો થયો ખરાબ, અભિનેત્રીનો ટ્રોલર્સને જડબાતોડ જવાબ

મુંબઈ: આયેશા ટાકિયાએ 13 વર્ષ પહેલા પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી હતી. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે ‘વોન્ટેડ’ ગર્લ તરીકે ફેમસ હતી. સલમાન ખાન સાથે તેની જોડી સુપરહિટ રહી હતી. હવે તે પોતાના પરિવાર સાથે અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. ગયા શુક્રવારે તે લાંબા સમય પછી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. હવે જ્યારે ચાહકોએ તેને આટલા દિવસો પછી જોઇ તો તેની ચર્ચા થાય તે સ્વાભાવિક હતું. બીજી તરફ, એવા લોકો પણ છે જે વધારે પ્રમાણમાં ટ્રોલ કરતા રહે છે.

પ્લાસ્ટિક સર્જરીના કારણે આયેશા ટાકિયાને ફરી એકવાર ટોણા સાંભળવા પડ્યા. કેટલાકે કહ્યું કે તે ભૂલને કારણે તેણે તેની કારકિર્દી બરબાદ કરી દીધી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેનાથી તેનો આખો ચહેરો બરબાદ થઈ ગયો. શરૂઆતમાં તે આ વાતો પર મૌન રહી પરંતુ હવે આયેશાએ તેની પર ચુપ્પી તોડી છે. જ્યારે આયેશાએ ક્રિપ્ટિક પોસ્ટ લખી ત્યારે ટ્રોલર્સ સમજી ગયા હશે કે આ ટાર્ગેટ માત્ર તેમના માટે છે.

ટ્રોલ્સને આપ્યો જવાબ

આયેશા ટાકિયાએ જડબાતોડ જવાબ આપતા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘પ્રેમ અને શાંતિ. લોકો તમારી એનર્જીનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. તમે જે પણ કહો છો, તમે લોકો હંમેશા ફિલ્ટર લગાવી દો છો.. યાદ રાખો કે આ બધું તમારા વિશે નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આયેશા ટાકિયાને નથી પડતો ફરક

આ વર્ષ 2017ની છે જ્યારે આયેશા ટાકિયાની સર્જરી બાદ તેનો ફોટો સામે આવ્યો હતો. ત્યારબાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે પણ તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે લોકોની નકારાત્મક વાતોની ચિંતા કરતી નથી. . તે માને છે કે દેશ-વિદેશમાં આટલું કામ કરીને નામ કમાતા કલાકારો વિશે આવી વાહિયાત વાતો ન કરવી જોઈએ.

આયેશાની કારકિર્દી

આયેશા ટાકિયાએ પોતાના કરિયરની શરૂઆત AIDS થી કરી હતી. તે 13 વર્ષની ઉંમરથી આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તે પહેલીવાર ફાલ્ગુની પાઠકના ગીત ‘મેરી ચુનર ઉડ ઉડ જાયે’માં જોવા મળી હતી. બાદમાં તેણે ઘણા ગીતો કર્યા. પછી તેના બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો તે ફિલ્મ ‘ટાર્ઝન ધ વન્ડર કાર’માં પણ જોવા મળી હતી. બાદમાં તેણે ‘દિલ માંગે મોર’, ‘સોચા ના થા’, ‘શાદી નંબર 1’, ‘દૂર’, ‘સલામ-એ-ઈશ્ક’ થી ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.