ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં ખેલાડીઓએ ACની કરી માંગ
Paris Olympics 2024: ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં ખેલાડીઓએ ACની માંગ કરી છે. જોકે ખેલાડીઓની માંગ બાદ પણ આયોજકોએ સંકુલમાં એસી ઇન્સ્ટોલ કરાવ્યું ના હતું. હજારો એથ્લેટ્સ અને અધિકારીઓ સમગ્ર સિઝન દરમિયાન ગરમીમાં રમતા જોવા મળશે. આયોજકો દ્વારા એર કન્ડીશનીંગને બદલે ફ્લોરની નીચે પાણીની પાઈપોની સિસ્ટમ વડે ઠંડુ કરવાનો નિર્ણય લીધો હતો. આયોજકો પર ભારે માંગ અને દબાણ પછી માત્ર 2500 અસ્થાયી એસી ઇન્સ્ટોલ કરવાનું નક્કી કર્યું છે. ફ્રાન્સએ યુરોપિયન દેશોમાંનો એક હતો જેણે ગયા ઉનાળામાં ભારે ગરમી સહન કરી હતી.
મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ ઓલિમ્પિક્સ 2024ના બીજો દિવસે ખુબ ખાસ રહ્યો હતો. સ્ટાર શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન બાબૌતા અને રમિતા જિંદાલે મેડલ ઈવેન્ટ માટે પોતપોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. બલરાજ પંવારે રોઇંગની રિપેચેજ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. નિરાશાજનક ક્ષણો આવી જ્યારે ભારતીય મહિલા તીરંદાજી ટીમને ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ
રમિતા જિંદાલ અને અર્જુન પાસેથી મેડલની આશા
ભારતીય ખેલાડીઓના પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસના શેડ્યૂલની વાત કરીએ તો અર્જુન બાબૌતા પુરુષોની 10 મીટર એર રાઈફલની મેડલ ઈવેન્ટમાં ભાગ લેવાના છે. રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલની મેડલ ઈવેન્ટમાં જોવા મળશે. આ સિવાય ભારતીય હોકી ટીમ ગ્રુપ-બીમાં તેની બીજી મેચમાં આર્જેન્ટિનાની ટીમ સામે આજે ટકરાશે. જ્યારે ભારતની પુરૂષ તીરંદાજી ટીમ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. બેડમિન્ટનમાં પણ મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ અને ચિરાગની જોડી તેની બીજી ગ્રુપ મેચમાં જર્મન ટીમ સામે ટકરાશે.