December 22, 2024

અનુષ્કા બીજા બાળકને લંડનમાં આપશે જન્મ!

Anusha Sharma Pregnancy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ કપલ લાંબા સમયથી પોતાના બીજા બાળકની ચર્ચામાં છે. અભિનેત્રીની બીજી પ્રેગ્નન્સીને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કપલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પરથી એક સંકેત મળી રહ્યો છે કે કપલ તેમના બીજા બાળકનું દેશમાં નહીં પરંતુ વિદેશમાં સ્વાગત કરશે.

તો શું અનુષ્કા શર્મા તેના બીજા બાળકને લંડનમાં જન્મ આપશે?

બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ એક્ટ્રેસની પ્રેગ્નન્સીને લઈને એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. તેણે હાલમાં જ પોતાના એક્સ એકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘થોડા જ દિવસોમાં એક બાળકનો જન્મ થવાનો છે. હવે તે જોવાનું રસપ્રદ છે કે તે તેના પિતાની જેમ ક્રિકેટર બને છે કે પછી તે તેની માતાની જેમ ફિલ્મોમાં કારકિર્દી બનાવશે.

આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે બાળકનો જન્મ લંડનમાં થશે. હર્ષ ગોએન્કાની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે 2020માં વિરાટ કોહલીએ અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા હતા. જાન્યુઆરી 2021માં અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ વામિકા કોહલી છે. જોકે, આ કપલે હજુ સુધી મીડિયામાં દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી. બંને પોતાના અંગત જીવનને એકદમ પ્રાઇવેટ રાખવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ ફિલ્મમાં અનુષ્કા શર્મા જોવા મળશે

અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. તેની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.