January 23, 2025

T20 World Cupમાં આ ખેલાડીએ તોડ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી સુપર 8 મેચમાં ભારે રોમાચંક જોવા મળી હતી. જેમાં આફ્રિકન ટીમે 7 રનથી મેચ જીતી લીધી હતી. મેચ જીતતાની સાથે આફ્રિકન ટીમે સેમિફાઇનલ માટે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.

એક વિકેટ લીધી
દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ ખાલી 156 રન જ બનાવી શકી હતી.. આ મેચમાં આફ્રિકન ટીમનો ફાસ્ટ બોલર એનરિક નોરખિયા પણ એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર એનરિક નોરખિયાનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. જેમાં તેણે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બે મોટા રેકોર્ડ તોડ્યા હતા.

આ પણ વાંચો: IND vs AFG: સૂર્યકુમાર યાદવનો જાદુ, વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની કરી લીધી બરાબરી

12 વર્ષ જૂનો રેકોર્ડ
ઈંગ્લેન્ડ સામેની મેચમાં એનરિક નોરખિયાએ 35 રન સાથે 1 વિકેટ લીધી હતી. આ વિકેટ લઈને નોરખિયાએ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ગ્રીમ સ્વાનનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. T20 વર્લ્ડ કપમાં સતત ઇનિંગ્સમાં ઓછામાં ઓછી એક વિકેટ લીધી હોય તે ખેલાડીઓની વાત કરવામાં આવે તો એનરિક નોરખિયા – 16 ઇનિંગ્સ (2021 થી 2024), ગ્રીમ સ્વાન – 15 ઇનિંગ્સ (2009 થી 2012), એડમ ઝમ્પા – 15 ઇનિંગ્સ (2021 થી 2024), ઇશ સોઢી – 11 ઇનિંગ્સ (2016 થી 2021 સુધી), એનરિક નોરખિયાએ ડેલ સ્ટેનને પાછળ છોડી દીધો છે. દક્ષિણ આફ્રિકા માટે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરવામાં આવે તો એનરિક નોરખિયા – 31 વિકેટ, ડેલ સ્ટેન – 30 વિકેટ, મોર્ને મોર્કેલ – 24 વિકેટ, કાગિસો રબાડા – 24 વિકેટ, ઈમરાન તાહિર – 18 વિકેટ લીધી છે.